Menu

Friday, 7 June 2019

About the plain tiger butterfly in gujarati | પ્લૅન ટાઇગર પતંગિયા વિશે

નમસ્તે,
આજનો આ લેખ, મેં જોયેલ એક plain tiger નામના પતંગિયા વિશે નો છે. જેનો મેં શક્ય એટલા નઝદીકથી વિડિઓ પણ બનાવ્યો છે..જે તમે આ આર્ટિકલ ના અંત ભાગમાં જોઈ શકો છો.
મિત્રો,વરસાદ પછી જ્યારે ચોતરફ હરિયાળી હરિયાળી થઈ જાય છે અને વાતાવરણ એકદમ સુંદર અને શુદ્ધ બની જાય છે ત્યારે રંગબેરંગી અને વિવિધ ભાત ના પતંગિયા આવી સુંદરતા માં વધારો કરતા નઝરે ચડે છે.
આજે મેં એક પતંગિયાને સાવ નજીક થી નિહાળ્યું. જેના વિશે થોડી માહિતી અહીં share કરું છું. આ ફોટોમાં તમે જોઈ શકો છો.
About the plain tiger butterfly in gujarati પતંગિયાં વિશે માહિતી ગુજરાતી માં

"Plain tiger" એ આ પતંગિયા નું ઇંગ્લિશ નામ છે. Plain tiger પતંગિયાને ચાર પાંખો હોય છે. તેની આગળની બે પાંખો કરતા પાછળની પાંખો નાની હોઈ છે. આ પાંખોનો રંગ કેસરી-આછા પીળાશ પડતો હોય છે; જેમાં અનિયમિત નાના મોટા કાળા રંગના ધબ્બા હોય છે. તેમજ આગળની મોટી પાંખોમાં કાળા ધબ્બા ની સાથે સફેદ ટપકાઓ ની ઉભી હાર હોય છે. પ્લેન ટાઇગર પતંગિયા નું શરીર કાળા કલરનું હોય છે, જેમાં સફેદ કલરના નાના નાના ટપકાંઓ ખૂબ સુંદર લાગે છે.

આ પતંગિયું ગુજરાતમાં સામાન્ય રીતે બારેમાસ જોવા મળે છે. ચોમાસા ની ઋતુમાં વધારે સંખ્યામાં જોવા મળે છે. બાગ બગીચા અને ખેતરો વગેરે હરીયાળી જગ્યાઓ તેની પ્રિય છે.

Families of Butterfly in Gujarat


1)Papilionidae
2)Pieridae
3)Nymphalidae
4)Lycaenidae
5)Hesperiidae
6)Riodinidae

પલાઇન ટાઇગર પતંગિયું Nymphaligea (Four footed) family માં આવે છે.

ભય:-
પ્લેન ટાઇગર તેમજ બીજા અન્ય જાતિ-પ્રજાતિઓ ના પતંગિયાઓ પર લુપ્ત થવાનો ખતરો વધતો જાય છે. અને આજ સુધીમાં ઘણા બટરફ્લાયઇસ લુપ્ત થઈ ચૂક્યા છે. જેનું મુખ્ય કારણ જોઈએ તો આપણા બહુ મુલા વન-ઉપવાનો નો નાશ અને ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યાઓ છે.!!

આપને આ આર્ટિકલ કેવો લાગ્યો તે અચૂક નીચે કોમેન્ટ માં જણાવજો અને SHARE કરજો, તેમજ નેચર અને વન્યજીવને લાગતા નવા લેખો મેળવવા આ બ્લોગ ને Follow કરો.
આભાર..

FOLLOW ME onINSTAGRAM..💕

1 comment:

Thanks for Read ❤️, Stay tuned for more. Follow this blog to not miss out on any further updates. 😊