Menu

Showing posts with label Wild Animals. Show all posts
Showing posts with label Wild Animals. Show all posts

Wednesday, 16 January 2019

About Corals in gujarati. પરવાળા વિશે ગુજરાતીમાં

હેલો દોસ્તો,
તમે પરવાળા અથવા પરવાળાના ટાપુઓ વિશે કદાચ સાંભળ્યું હશે. ના સાંભળ્યું હોઈ તો ચાલો આજે આ અદ્ભૂત દરિયાયી જીવો વિશે થોડીક જાણકારી મેળવીએ.
આપના ગુજરાતમાં આવેલા કચ્છના અખાતમાં આશરે 42 જેટલા પરવાળા ના ટાપુઓ આવેલા છે. આ પરવાળા એટલે સમુદ્રની ઓટ ભરતી વાળી સખત સપાટીએ સ્થાયી થઈ ને રહેતા,, જીવતા પથ્થરો.!! જી હા, દોસ્તો... પરવાળા એ એક સમયાનુક્રમે ધીમે ધીમે,સમુદ્રની કોઈ એક જગ્યાએ વિકસિત થતા અને પોતાનું સ્થાયી જીવન ગાળતા જીવંત પથ્થરો સમાં છે. એક પ્રકારના દરિયાયી જીવ છે.

આપણે પરવાળા ની સ્પષ્ટ વ્યાખ્યા જોઈ લઈએ. તો, પરવાળા એ પોલીપ નામના જીવ દ્વારા દરિયાના પાણી માંથી ચૂનાના ક્ષાર દ્વારા અલગ-અલગ ડિઝાઇન અને આકારમાં બનાવવામાં આવતી પથ્થરની કોલોની અથવા પથ્થર જેવી રચના ને પરવાળા કહેવાય. જ્યારે સોફ્ટ કોરલ ને આવી કોઈ રચના હોતી નથી તે પોતે મૃદુકાય શરીર-રચના સાથે દરિયાની સપાટીએ સ્થાયી જીવન જીવે છે. આ પોલીપ આવી પરવાળા ની છાજલીઓ બનાવીને Coral reef ની વિશિષ્ટ રચના કરે છે. અને તે પરવાળાના પથ્થરમાં અંદરથી એકબીજા સાથે જોડાયેલ હોઈ છે. અને તેની સાથે ઝુઝેનથલી નામની શેવાળ સહ જીવન ગાળે છે; જેના બદલા માં આ શેવાળ પ્રકાશસંશ્લેસણ દ્વારા પરવાળાના પોલીપ ને 70% જેટલો ખોરાક પૂરો પાડે છે.

આમ ધીમે ધીમે પૉલિપ પરવાળાની મોટી કોલોની ની રચના કરી, પરવાળાના ટાપુઓ તરીકે ઉભરી આવે છે. પરવાળાને તેના અલગ અલગ પ્રકારના મનમોહક રંગો અને અકારો દ્વારા ઓળખી શકાય છે.
About the corals reef in gujarati પરવાળાના ટાપુઓ

પરવળા બે પ્રકાર ના જોવા મળે છે, 1. સખત પરવાળા( hard Coral ). 2. મૃદુ પરવાળા ( Soft Coral ). સખ્ત પરવાળાને અડકવાથી તે હાર્ડ એટલે કે સખ્ત લાગે છે.. જે ક્ષરીય ચૂનાના બનેલા હોવાને લીધે છે. જ્યારે મૃદુ પરવાળા સોફ્ટ હોઈ છે, તેને કોઈ પણ સખ્ત સપાટી હોતી નથી.
વિશ્વભરમાં 2500 થી વધુ પરવાળા ની જાતો નોંધાયલ છે જેમાં સખ્ત પરવાળા ની 1000 જેટલી જાતો છે અને બાકીની બીજા મૃદુ પરવાળા છે. કચ્છના અખાતમાં આવેલા દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં 57 જેટલી પરવાળા ની જાતો (species) જોવા મળે છે. વિશ્વ માં માત્ર 2% કોરલ રીફ આવેલ છે કે જેમાંથી 25% ખાદ્ય મત્સ્ય નું ઉત્પાદન થાય છે.

પરવાળા વિશે જાણવા જેવુ અને તેનું મહત્ત્વ
★ પરવાળા એ જમીનનું ધોવાણ અટકાવે છે.
★ જે દરિયા કિનારે પરવાળા ની રીફ આવેલ હોઈ છે તેવા વિસ્તારમાં દરિયાઇ આપત્તિની અસર ખૂબ ઓછી જોવા મળે છે. પરવાળા દરીયા કિનારાના રક્ષકો છે.
★ પરવાળા એ દરિયાઈ જીવસૃષ્ટિ ની અમૂલ્ય કળી છે. જેની સાથે સાથે ઓક્ટોપસ, પફર ફિસ, સ્ટાર ફિસ, ફિધર સ્ટાર, સી અરચીન, સમુદ્રી ફૂલ, વગેરે જેવી લાખો જીવ વસવાટ કરે છે, અથવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલ છે.
★ વિશ્વ માં માત્ર બે જગ્યાએ પગે ચાલીને સૌથી વધુ પરવાળા અને તેની સાથે સંલગ્ન જીવસૃષ્ટિ જોવા મળે છે. 1) ઓસ્ટ્રેલિયા ના ગ્રેટ બેરિયાર રીફ અને 2) કચ્છ ના અખાતમાં આવેલ મરીન નેશનલ પાર્ક, ગુજરાત.
★ પરવાળાનો વિકાસ એ શુદ્ધ આબોહવા ની નિશાની સમાન છે, કારણ કે પરવાળાનો વિકાસ અને સમૃદ્ધિ માટે  શુદ્ધ વાતાવરણ અને 18 થી30 સેન્ટીગ્રેડ ઉષાણતાપમાન જરૂરી છે
.
આમ, આ દરિયાના આ અમૂલ્ય અને અદભુત જીવો વિશે લગભગ ખૂબ ઓછા લોકો જાણતા હશે. પરવાળા વિશે આટલી માહિતી બાદ જો તમને તે જોવાની ઇચ્છા હોય તો એક વાર અચૂક દરિયાઈ ઉદ્યાન, ગુજરાત ની મુલાકત લેવી જોઈએ.

આ સાથે આજ નો આ લેખ અહીં પૂરો કરું છું હજુ વધુ આમા માહિતી ઉમેરવામાં આવશે. આ માહિતી કેવી લાગી.!! તે અચૂક નીચે કોમેન્ટ માં જણાવજો. અને મિત્રો સાથે શેર કરજો..
આભાર.. 😊
instagram.com/milan_kantariya/
Read More »

Monday, 5 June 2017

ગામડા નો સિંહ- જંગલી બિલાડી(About The Wild/Jungle Cat)

નમસ્તે મિત્રો,,

આજનો આ લેખ ગામડાંનો સિંહ કહી શકાય; તેવા કુદરતના બેનમૂન જીવ વગડાઉ બિલાડી એટલેકે જંગલ બિલાડી વિશે છે.

    જંગલ બિલાડી ને ગામડાના લોકો વગડાવું બિલાડી થી ઓળખે છે. અંગ્રેજીમાં wild cat કે jungle Cat કહેવાય છે. તેનો રંગ આછો પીળાશ પડતો ભૂખરો હોઈ છે. મોં અને દાઢીનો ભાગ આછો સફેદ હોઈ છે. ધૂળ-માટી જેવા રંગને કારણે તે સહેલાઇ થી આજુબાજુ ના વાતાવરણમાં ભળી જાય છે. જંગલી બિલાડી આપના ઘર-આંગણ ની બિલાડી થી થોડી મોટી હોઈ છે.

About wild cat jungle cat in gujarati Gujarat mmkantariya જંગલ બિલાડી વિશે ગુજરાતમાં
PHOTO SOURCE:- https://wildcatconservation.org/wild-cats/asia/jungle-cat/ 
         ગુજરાત ના લગભગ ગામોની સિમ કે વિડી માં જોવા મળે છે. ક્યારેક ક્યારેક તો ઘર પ્રાંગણમાં પણ આવી ચડે છે. મોટા ભાગે રાત્રી ના જ જોવા મળે, દિવસ દરમીયાન તે સિમના અંતરિયાળ વિસ્તાર, નદી-નાળા ની ભેખડુ કે બાખોલુંમાં કે ગામ ના ગીચ જાડી જાખરા વાળી જગ્યા એ સૂતી રહે છે. મોટા ભાગે રાત્રી દરમ્યાન તે શિકારે નીકળે છે. તે સમયે ગામ બહાર જતા રસ્તાઓ પર અથવા ખેતી-વાડીઓ ના માર્ગો પર ભેટો થઈ જાય.

         ખેડુતમિત્ર આ બિલાડી, ખોરાક માં મુખ્યત્વે ખેત પાક ને નુકસાન કરતા ઉંદરો ખાય છે. તેમજ કાચિંડાઓ, સસલા, પક્ષીઓ અને તેના ઈંડા, અને અન્ય જીવો, વગેરે.. ખાય છે. આ વગડા ની બિલાડી ખૂબ જ ચપળતા થી શિકાર કરે છે.

          આ વગડાવું બિલાડીને આજે સંરક્ષણની ખાસ જરૂર છે. ગામડાઓ માંથી ધીમે ધીમે આ ઉપયોગી અને કુદરતનું બેનમૂન જીવ લુપ્ત થઈ રહ્યું છે. વધુ ઉત્પાદનની લાલચ માં આપણે ખેતી ની જમીનો માં ગેરકાયેદેસર વધારો કરીયે છીએ અને ખેતર ની આજુબાજુની જમીન, ખેતર માં ભેળવી દયીએ છીએ. આનાથી ગામની સિમો અને વિડી ની જમીનો ખેતર બની જાય છે અને ત્યાં રહેતી વગડાઉ બીલાડી અને તેના જેવા બીજા વન્યજીવો ઘર વિહોણા બની જાય છે. અવી જ રીતે ખેતરમાં માટી ભરાવવા માટે, દરેક લોકો આવી જમીનો નું બેફામ ખનન કરી નાખે છે આનાથી ગામનો જંગલ નો વિસ્તાર નદી માં પરિણમે છે. અને વન્યજીવો ને માથે ખૂબ માઠી અસર પડે છે. બીજા કારણો જોઈએ તો વગડાવું બિલાડીના શિકાર નો શિકાર, જેમકે ઘણાં લોકો  સસલા નો, અન્ય પક્ષી, વગેરેનો શિકાર કરે જેથી વગડાવું બિલાડી ને અસની થી શિકાર નથી મળતો અને જેતે વિસ્તાર તેને છોડવો પડે છે એવું હાલ દરેક જગ્યાએ થાય છે. અને અંતે વગડાવું બિલાડી અને બીજા જીવો ની પ્રજાતિની સઁખ્યામાં ઘટાડો થાય છે, જે પરિયાવારણ માટે નુકસાનકારક છે.

        વગડાવું બિલાડી એ ઈકો સિસ્ટમની એક ખૂબ મહત્વની કડી છે. કુદરતે સર્જેલી આ સૃષ્ટિમાં સેકડો સજીવો પર્યાવરણ માં પોતાનું જીવન જીવી રહ્યા છે, કોઈને કોઈ રીતે તેઓ એકબીજા પર આધાર રાખે છે આમ, વગડાવું બિલાડી પણ આ સજીવો પૈકીની એક અમૂલ્ય કડી છે. તે કોઈ ઉપર આધાર રાખે છે.., તો તેના પર બીજા જીવો તેમજ પર્યાવરણ આધાર રાખે છે. વગડાવું બિલાડી તેમજ બીજા વન્યજીવો અને પર્યાવરણ ને નુકસાન ન થાય તે જોવું આપણી મૂળભૂત ફરજ છે.
આભાર..😊
instagram.com/milan_kantariya/

Share on Whatsapp..
Read More »