નમસ્તે મિત્રો,,
આજનો આ લેખ ગામડાંનો સિંહ કહી શકાય; તેવા કુદરતના બેનમૂન જીવ વગડાઉ બિલાડી એટલેકે જંગલ બિલાડી વિશે છે.
આજનો આ લેખ ગામડાંનો સિંહ કહી શકાય; તેવા કુદરતના બેનમૂન જીવ વગડાઉ બિલાડી એટલેકે જંગલ બિલાડી વિશે છે.
જંગલ બિલાડી ને ગામડાના લોકો વગડાવું બિલાડી થી ઓળખે છે. અંગ્રેજીમાં wild cat કે jungle Cat કહેવાય છે. તેનો રંગ આછો પીળાશ પડતો ભૂખરો હોઈ છે. મોં અને દાઢીનો ભાગ આછો સફેદ હોઈ છે. ધૂળ-માટી જેવા રંગને કારણે તે સહેલાઇ થી આજુબાજુ ના વાતાવરણમાં ભળી જાય છે. જંગલી બિલાડી આપના ઘર-આંગણ ની બિલાડી થી થોડી મોટી હોઈ છે.
ગુજરાત ના લગભગ ગામોની સિમ કે વિડી માં જોવા મળે છે. ક્યારેક ક્યારેક તો ઘર પ્રાંગણમાં પણ આવી ચડે છે. મોટા ભાગે રાત્રી ના જ જોવા મળે, દિવસ દરમીયાન તે સિમના અંતરિયાળ વિસ્તાર, નદી-નાળા ની ભેખડુ કે બાખોલુંમાં કે ગામ ના ગીચ જાડી જાખરા વાળી જગ્યા એ સૂતી રહે છે. મોટા ભાગે રાત્રી દરમ્યાન તે શિકારે નીકળે છે. તે સમયે ગામ બહાર જતા રસ્તાઓ પર અથવા ખેતી-વાડીઓ ના માર્ગો પર ભેટો થઈ જાય.
ખેડુતમિત્ર આ બિલાડી, ખોરાક માં મુખ્યત્વે ખેત પાક ને નુકસાન કરતા ઉંદરો ખાય છે. તેમજ કાચિંડાઓ, સસલા, પક્ષીઓ અને તેના ઈંડા, અને અન્ય જીવો, વગેરે.. ખાય છે. આ વગડા ની બિલાડી ખૂબ જ ચપળતા થી શિકાર કરે છે.
![]() |
| PHOTO SOURCE:- https://wildcatconservation.org/wild-cats/asia/jungle-cat/ |
ખેડુતમિત્ર આ બિલાડી, ખોરાક માં મુખ્યત્વે ખેત પાક ને નુકસાન કરતા ઉંદરો ખાય છે. તેમજ કાચિંડાઓ, સસલા, પક્ષીઓ અને તેના ઈંડા, અને અન્ય જીવો, વગેરે.. ખાય છે. આ વગડા ની બિલાડી ખૂબ જ ચપળતા થી શિકાર કરે છે.
આ વગડાવું બિલાડીને આજે સંરક્ષણની ખાસ જરૂર છે. ગામડાઓ માંથી ધીમે ધીમે આ ઉપયોગી અને કુદરતનું બેનમૂન જીવ લુપ્ત થઈ રહ્યું છે. વધુ ઉત્પાદનની લાલચ માં આપણે ખેતી ની જમીનો માં ગેરકાયેદેસર વધારો કરીયે છીએ અને ખેતર ની આજુબાજુની જમીન, ખેતર માં ભેળવી દયીએ છીએ. આનાથી ગામની સિમો અને વિડી ની જમીનો ખેતર બની જાય છે અને ત્યાં રહેતી વગડાઉ બીલાડી અને તેના જેવા બીજા વન્યજીવો ઘર વિહોણા બની જાય છે. અવી જ રીતે ખેતરમાં માટી ભરાવવા માટે, દરેક લોકો આવી જમીનો નું બેફામ ખનન કરી નાખે છે આનાથી ગામનો જંગલ નો વિસ્તાર નદી માં પરિણમે છે. અને વન્યજીવો ને માથે ખૂબ માઠી અસર પડે છે. બીજા કારણો જોઈએ તો વગડાવું બિલાડીના શિકાર નો શિકાર, જેમકે ઘણાં લોકો સસલા નો, અન્ય પક્ષી, વગેરેનો શિકાર કરે જેથી વગડાવું બિલાડી ને અસની થી શિકાર નથી મળતો અને જેતે વિસ્તાર તેને છોડવો પડે છે એવું હાલ દરેક જગ્યાએ થાય છે. અને અંતે વગડાવું બિલાડી અને બીજા જીવો ની પ્રજાતિની સઁખ્યામાં ઘટાડો થાય છે, જે પરિયાવારણ માટે નુકસાનકારક છે.
વગડાવું બિલાડી એ ઈકો સિસ્ટમની એક ખૂબ મહત્વની કડી છે. કુદરતે સર્જેલી આ સૃષ્ટિમાં સેકડો સજીવો પર્યાવરણ માં પોતાનું જીવન જીવી રહ્યા છે, કોઈને કોઈ રીતે તેઓ એકબીજા પર આધાર રાખે છે આમ, વગડાવું બિલાડી પણ આ સજીવો પૈકીની એક અમૂલ્ય કડી છે. તે કોઈ ઉપર આધાર રાખે છે.., તો તેના પર બીજા જીવો તેમજ પર્યાવરણ આધાર રાખે છે. વગડાવું બિલાડી તેમજ બીજા વન્યજીવો અને પર્યાવરણ ને નુકસાન ન થાય તે જોવું આપણી મૂળભૂત ફરજ છે.


No comments:
Post a Comment
Thanks for Read ❤️, Stay tuned for more. Follow this blog to not miss out on any further updates. 😊